Homeરસોઈપુલાવ ખાઈને કંટાળી ગયા...

પુલાવ ખાઈને કંટાળી ગયા છો, તો આજે જ ડિનરમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી સોયા વેજ બિરયાની

 બિરયાની તો તમને બધાને પસંદ જ હશે. જો તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થઈ રહ્યું છે તો સોયા વેજ બિરયાની બનાવીને ખાઈ શકો છો. સોયા વેજ બિરયાનીનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે. તેમજ તેને બનાવવા માટે અનેક પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે તેને હેલ્ધી પણ બનાવે છે. લોકોની વારંવાર ફરિયાદ રહે છે કે, ઘરે હોટલ કે રેસ્ટોરન્ટમાં જેટલી સ્વાદિષ્ટ બિરયાની બનતી નથી.

તો આજે અમે તમને જે રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ તેને ફોલો કરીને તમે બિરયાની બનાવશો તો તમારી બિરયાની હોટલ જેવી જ સ્વાદિષ્ટ બનશે.

સોયા બિરયાની બનાવવા માટે સામગ્રી
સોયા ચંક્સ- 1 કપ, જાડું દહીં – 1 કપ, બટાકા – 1, કેપ્સીકમ – 1, ડુંગળી – 1, ગાજર – 1, આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી, હળદર પાવડર – 1/2 ચમચી, લાલ મરચું પાવડર – 1 ચમચી, બિરયાની મસાલા પાવડર – 1 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, ચોખા – 2 કપ, તળેલી ડુંગળી – 3 ચમચી, બિરયાની મસાલા પાવડર- 1 ચમચી, ફુદીનો, કોથમીર- 4 ચમચી, તમાલપત્ર – 1, લવિંગ- 4-5, તજ – 1 ટુકડો, બાદિયા 1, એલચી- 4-5, કાળા મરી – 1/2 ચમચી, ડુંગળી બારીક સમારેલી – 2, દેશી ઘી- 3-4 ચમચી, મીઠું – સ્વાદ મુજબ

સોયા બિરયાની બનાવવાની રીત
સ્વાદિષ્ટ સોયા બિરયાની બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં પાણી નાખીને ગરમ કરો. જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં સોયા ચંક્સને 15 મિનિટ માટે પલાળી રાખો. સોયા નરમ થઈ જાય એટલે તેને નિચોવીને અલગ રાખી દો.

ત્યારબાદ એક મિક્સિંગ બાઉલ લઈને તેમાં દહીં ઉમેરીને સારી રીતે ફેટ કરી લો. આ પછી દહીંમાં લાલ મરચું પાવડર, બિરયાની મસાલા પાવડર, હળદર, આદુ-લસણની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી દો અને ફેટી લો.

હવે આ મિશ્રણમાં પલાળેલા સોયા ચંક્સ, સમારેલા ગાજર, ચોરસ કાપેલા કેપ્સિકમ, ડુંગળી અને બટાકાના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બરાબર મેરીનેટ થવા માટે 1 કલાક સુધી રેફ્રિજરેટરમાં રાખી દો.

હવે એક પ્રેશર કૂકરમાં 2 ચમચી ઘી નાખો અને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય, ત્યારે તેમાં તમાલપત્ર, તજ અને તમામ સૂકા મસાલા નાખીને ફ્રાય કરો.

જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો અને ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળી લો. હવે ફ્રીજમાંથી મેરીનેટ કરેલા સોયાને કાઢીને કુકરમાં નાખો અને તેમાં શાક ઉમેરીને બરાબર ફેલાવી દો.

આ પછી પલાળેલા ચોખા નાખીને તેને મસાલેદાર સોયા પર ફેલાવી દો. ધ્યાનમાં રાખો કે ચોખાને પહેલા 20-25 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો અને પછી જ તેનો ઉપયોગ કરો.

હવે આ લેયર પર તળેલી ડુંગળી, બિરયાની મસાલા પાવડર, કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી દેશી ઘી નાખો. હવે સ્તરોને હલાવ્યા વિના, અઢી કપ પાણી નાખો અને કૂકરને ઢાંકણથી ઢાંકીને બિરયાનીને 2 સીટી સુધી પકાવી લો.

આ પછી ગેસ બંધ કરી દો. કૂકરનું પ્રેશર છૂટી જાય એટલે સોયા બિરયાનીને પ્લેટમાં કાઢી લો. હવે બિરયાની ચટણી અથવા રાયતાની સાથે સર્વ કરી શકો છો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...