Homeરસોઈશિયાળામાં પ્રોટીનથી સભર બ્રેકફાસ્ટ...

શિયાળામાં પ્રોટીનથી સભર બ્રેકફાસ્ટ કરો તૈયાર, આ રીતે બનાવો હેલ્ધી ઢોકળા

શિયાળાની સીઝન શરૂ થઈ છે ત્યારે માર્કેટમાં ભાજીઓની ભરમાર જોવા મળી રહી છે. આ સમયે જો તમે પણ તમારા પરિવારની હેલ્થ સારી રહે તેમ ઈચ્છો છો તો તમે સરળતાથી મળતી એવી પાલખની ભાજીની વિવિધ વાનગીઓ ટ્રાય કરી શકો છો. તમે તેમાંથી પાલખના ઢોકળા, પરોઠા, પુલાવ જેવી અનેક વસ્તુઓ બ્રેકફાસ્ટમાં ટ્રાય કરી શકો છો.

ઢોકળા નાના બાળકોથી માંડીને મોટેરાંઓને ખૂબ પ્રિય હોય છે અને સરળતાથી બની પણ જાય છે. તો તમે પણ આ વાનગીને બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો.

પાલખનાં ઢોકળાં

સામગ્રી

-1 કપ ચણાનો લોટ

-300 ગ્રામ પાલખ

-1/4 કપ જાડું દહીં

-1 ઇંચનો ટુકડો આદુનો

-2 થી 3 નંગ લીલાં મરચાં

-2 ચમચા તેલ

-1 ચમચી લીંબુનો રસ

-1 ચમચો ખાંડ

-1 નાની ચમચી ખાવાનો સોડા

-1 ચમચો ઝીણી સમારેલી કોથમીર

-મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

-2 ચમચા તેલ

-1 ચમચી રાઈ

-2 ચમચી તલ

-5 થી 6 મીઠા લીમડાનાં પાન

-1/4 ચમચી હિંગ

-3 ચમચા પાણી

રીત

સૌપ્રથમ પાલખનાં પાનને દાંડી સાથે જ વરાળે બાફી લો. ઠંડા થાય એટલે એમાં આદું અને મરચાં ઉમેરી મિક્સમાં પ્યુરી બનાવી લો અને અલગ રાખો. હવે એક બાઉલમાં ચણાનો લોટ, પાલખની પ્યુરી, દહીં અને તેલ લઈ મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ખીરું બનાવી લો. ખીરું ખૂબ પાતળું પણ નહીં અને ખૂબ ઘટ્ટ પણ નહીં એવું હોવું જોઈએ. હવે ખીરામાં મીઠું, લીંબુનો રસ, સાકર ઉમેરી મિક્સ કરો અને પાંચથી દસ મિનિટ માટે સેટ થવા દો. હવે સોડા ઉમેરી હલાવો અને તેલ લગાવેલી થાળીમાં પાથરો. ઢોકળાંને પંદરથી વીસ મિનિટ માટે વરાળે બાફી લો. ઢોકળાં બફાઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી ઠંડાં કરો. હવે વઘાર કરવા માટે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી ગરમ કરો. તલ અને રાઈ ફૂટે એટલે ગૅસ બંધ કરી વઘારમાં ત્રણ ચમચા પાણી ઉમેરો. તૈયાર કરેલો વઘાર ઢોકળાં પર પાથરી દો. ઢોકળાંને ચોરસ ટુકડામાં કાપી એના પર કોથમીર ભભરાવી સજાવો. સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...