Homeમનોરંજનરણબીર કપૂરના કરીઅરની સૌથી...

રણબીર કપૂરના કરીઅરની સૌથી સફળ ફિલ્મ બની ANIMAL, DANGAL અને GADAR 2 ને પણ છોડી પાછળ

રણબીર કપૂર અને બોબી દેઓલની ‘ANIMAL’ એ સિનેમાઘરોમાં 10 દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. 63 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર બમ્પર શુરૂઆત કરનાર ‘ANIMAL’ સતત રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારબાદ ફિલ્મે બે દિવસમાં રૂ.

100 કરોડ, ચાર દિવસમાં રૂ. 200 કરોડ અને એક સપ્તાહની અંદર રૂ. 300 કરોડનો આકર્ષક આંકડો પાર કર્યો હતો.

આજે દસમા દિવસે ફિલ્મે 400 કરોડ રૂપિયાનો જબરદસ્ત આંકડો પાર કરી લીધો છે અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આટલું જ નહીં, આ ફિલ્મે 400 કરોડનો આંકડો પાર કર્યો છે અને બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરનાર ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

બોલીવૂડની સફળ ફિલ્મોને છોડી પાછળ

પ્રાપ્ત થતી માહિતી મુજબ, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની ‘ANIMAL’ એ તેની રિલીઝના 10 મા દિવસે ભારતમાં 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે શાહરૂખ ખાનની બીજા રવિવારની કમાણી કરતાં વધુ છે. ઉપરાંત, આ ફિલ્મે કમાણીના મામલામાં આમિર ખાનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ DANGAL જેને ભારતમાં 387.38 કરોડની કમાણી કરી હતી તેને પાછળ છોડી દીધી છે. સાથે સાથે ફિલ્મે સની દેઓલની ‘GADAR 2’ ના વર્લ્ડવાઈડ કલેક્શન 686 કરોડને પછાડીને કુલ 697 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર રણબીર કપૂરની પહેલી ફિલ્મ બની ANIMAL

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ANIMAL એ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ 2023ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે, જે હજુ સુધી શાહરૂખ ખાન (SRK)ની ‘જવાન’ના કલેક્શનને વટાવી શકી નથી. જો કે, ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે અને ફિલ્મના ગીતો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ ફિલ્મ દેશમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર રણબીર કપૂરની પહેલી ફિલ્મ બની છે અને તે તેની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...