Homeક્રિકેટWPL 2024: આ પાંચ...

WPL 2024: આ પાંચ સ્ટાર ખેલાડી પોતાની ટીમને બનાવી શકે છે ચેમ્પિયન

વુમન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે 2024 માટેની હરાજીનું આયોજન 9 ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ WPL ટુર્નામેન્ટની બીજી સીઝન છે અને પ્રથમ મીની હરાજી છે. આ હરાજીમાં ડબલ્યુપીએલની પાંચેય ટીમોએ ઘણા ખેલાડીઓ પર દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા ખર્ચીને ઘણા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

જેમાંથી કેટલાક ખેલાડીઓ એવા છે કે તેઓ એકલા હાથે મેચની બાજી પલટી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ

આ વખતની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે ઘણા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તેણે પોતાની યાદીમાં સામેલ તમામ ખેલાડીઓ માટે બોલી લગાવવાની મર્યાદા નક્કી કરી હતી અને તેઓ તેનાથી વધુ બોલી લગાવતા ન હતા. જો કે તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને શબનીમ ઈસ્માઈલ જેવો અનુભવી ફાસ્ટ બોલરને પોતાની ટીમમાં સામેલ કરી છે. શબનીમ સાઉથ આફ્રિકાની મીડિયમ પેસ બોલર છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય અને T20 લીગનો બહોળો અનુભવ છે. મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 1.20 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને તે તેમનો ટોપ-પિક પણ છે.

દિલ્હી કેપિટલ્સ

આ મિની ઓક્શનમાં દિલ્હીની ટીમે 2.20 કરોડ રૂપિયા ખર્ચ્યા, માત્ર 3 ખેલાડીઓને ખરીદ્યા અને તેમાંથી 2 કરોડ રૂપિયા માત્ર એક ખેલાડી પર ખર્ચ્યા હતા. આ હરાજી બાદ દિલ્હીના પર્સમાં માત્ર 5 લાખ રૂપિયા બચ્યા હતા. દિલ્હીની હરાજી જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમને માત્ર એક જ ખેલાડીની જરૂર છે, જેનું નામ છે એનાબેલ સધરલેન્ડ. આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પછી ઘણી ટીમોએ તેના પર બોલી લગાવી હતી. અંતે દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કરી હતી. તેથી આગામી ટુર્નામેન્ટમાં દિલ્હીને આ ઓલરાઉન્ડર પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

યુપી વોરિયર્સ

યુપી વોરિયર્સની ટીમે આ મિની હરાજીમાં કુલ રૂ. 2.10 કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં તેમણે તેમની ટીમમાં કુલ 5 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો, અને હજુ પણ તેમના પર્સમાં 1.90 કરોડ રૂપિયા બાકી હતા. યુપીએ ભારતીય અનકેપ્ડ બેટ્સમેન વૃંદા દિનેશ પર મોટો દાવ રમ્યો છે. યુપીએ 1.30 કરોડ રૂપિયા ખર્ચીને વૃંદાને પોતાની ટીમમાં સામેલ કરી છે અને આ તેમની ટોપ-પિક પણ છે. આ સિવાય યુપીને ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ડેની વ્યાટ પણ માત્ર 30 લાખ રૂપિયામાં મળી છે, જે આગામી ટૂર્નામેન્ટમાં તેમના માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

RCBએ આ WPL મિની હરાજીમાં કુલ રૂ. 2.30 કરોડનો ખર્ચ કર્યો છે, જેમાં તેમણે તેમની ટીમમાં કુલ 7 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે અને હજુ પણ તેમના પર્સમાં રૂ. 1.05 કરોડ બાકી છે. આ સમયગાળા દરમિયાન, RCBની ટોચની પસંદગી એકતા બિસ્ટ હતી, જેના માટે ટીમે 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, આ હરાજીમાં RCB માટે સૌથી ખાસ ખેલાડી જ્યોર્જિયા વેરહેમ હતી, જેને ટીમે 40 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. જ્યોર્જિયા ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર છે અને તે ચોક્કસપણે RCB માટે મેચ વિનર બની શકે છે.

ગુજરાત જાયન્ટ્સ

ગુજરાત જાયન્ટ્સની ટીમે આ હરાજીમાં કુલ રૂ. 4.50 કરોડનો ખર્ચ કર્યો છે અને હજુ પણ તેમના પર્સમાં રૂ. 1.45 કરોડ બચ્યા છે. ગુજરાતની ટીમે આ મિની ઓક્શનમાં કુલ 10 ખેલાડીઓને ખરીદ્યા છે, પરંતુ આ ટીમે સૌથી વધુ પૈસા ભારતના એક યુવા ખેલાડી પર લગાવ્યા છે, જેનું નામ છે કાશવી ગૌતમ. કાશવી ગૌતમ ઓલરાઉન્ડર છે અને તેને ગુજરાતે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ટીમને તેના મોંઘા અને યુવા ખેલાડી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...