Homeક્રિકેટદુબઈમાં વડોદરાના લિંબાણીનો નેપાલ...

દુબઈમાં વડોદરાના લિંબાણીનો નેપાલ સામે ૭ વિકેટનો તરખાટ

વડોદરાના પેસ બોલર રાજ લિંબાણી (૯.૧-૩-૧૩-૭)એ ગઈ કાલે દુબઈમાં વન-ડેના અન્ડર-19 એશિયા કપમાં માત્ર ૧૩ રનમાં નેપાલની સાત વિકેટ ઝડપી ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો અને એ સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. નેપાલની ટીમ બૅટિંગ મળ્યા બાદ ફક્ત બાવન રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એકેય બૅટર ડબલ ડિજિટમાં નહોતો જઈ શક્યો. બીજા બે પેસ બોલર્સમાંથી આરાધ્ય શુક્લાએ બે અને મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ એક વિકેટ લીધી હતી.

ભારત વતી આદર્શ સિંહે અણનમ ૧૩ અને કુલકર્ણીએ અણનમ ૪૩ રન બનાવ્યા હતા અને ભારતે ૭.૧ ઓવરમાં ૫૭/૦ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. ૧૦ વિકેટે મેળવેલા આ વિજયને અંતે ૨૫૭ બૉલ ફેંકાવાના બાકી રહ્યા હતા. લિંબાણીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

અન્ડર-19 વર્લ્ડ કપ ટીમમાં ગુજરાતી ખેલાડીઓ પણ સામેલ
હાલમાં દુબઈમાં ચાલી રહેલા અન્ડર-19 એશિયા કપમાં ઉદય સહરાનની કૅપ્ટન્સીમાં બે ગુજરાતી ખેલાડી સહિતની ભારતની જે ટીમ રમી રહી છે એ જ ટીમ ૧૯ જાન્યુઆરીએ શરૂ થનારા અન્ડર-19 વર્લ્ડ કપમાં રમશે. વિશ્વકપ સ્પર્ધા સાઉથ આફ્રિકામાં રમાશે. સૌમી પાન્ડે વાઇસ-કૅપ્ટન છે. પ્રેમ દેવકર, અંશ ગોસાઈ અને મોહમ્મદ અમ્માન રિઝર્વ ખેલાડી છે. વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામેની ટ્રાય સિરીઝ પણ રમાશે. વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ ઃ ઉદય સહરાન (કૅપ્ટન), સૌમી પાન્ડે (વાઇસ-કૅપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, મુરુગન અભિષેક, અરાવેલ્લી રાવ (વિકેટકીપર), ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગોવડા, આરાધ્ય શુક્લા, રાજ લિંબાણી અને નમન તિવારી.હાલમાં દુબઈમાં ચાલી રહેલા અન્ડર-19 એશિયા કપમાં ઉદય સહરાનની કૅપ્ટન્સીમાં બે ગુજરાતી ખેલાડી સહિતની ભારતની જે ટીમ રમી રહી છે એ જ ટીમ ૧૯ જાન્યુઆરીએ શરૂ થનારા અન્ડર-19 વર્લ્ડ કપમાં રમશે. વિશ્વકપ સ્પર્ધા સાઉથ આફ્રિકામાં રમાશે. સૌમી પાન્ડે વાઇસ-કૅપ્ટન છે. પ્રેમ દેવકર, અંશ ગોસાઈ અને મોહમ્મદ અમ્માન રિઝર્વ ખેલાડી છે. વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામેની ટ્રાય સિરીઝ પણ રમાશે.

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ : ઉદય સહરાન (કૅપ્ટન), સૌમી પાન્ડે (વાઇસ-કૅપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, મુરુગન અભિષેક, અરાવેલ્લી રાવ (વિકેટકીપર), ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગોવડા, આરાધ્ય શુક્લા, રાજ લિંબાણી અને નમન તિવારી.

રાજ લિંબાણીની ૯.૧ ઓવરનો કરિશ્મા
પ્રથમ ઓવર : ૦, ૦, ૦, ૦, ૦, ૦
બીજી ઓવર : ૦, ૦, વાઇડ, ૦, ૦, ૧, ૦
ત્રીજી ઓવર : વિકેટ, ૦, ૦, ૦, ૦, ૦
ચોથી ઓવર : ૦, વિકેટ, ૦, ૦, ૧, ૦
પાંચમી ઓવર : ૦, ૦, ૦, ૦, વિકેટ, વિકેટ
છઠ્ઠી ઓવર : ૦, વાઇડ, ૦, ૦, ૦, ૦, ૪
સાતમી ઓવર : ૦, ૦, ૦, ૧, વિકેટ, ૧
આઠમી ઓવર : ૦, ૦, ૧, વિકેટ, ૦, ૦
નવમી ઓવર : ૦, ૦, ૦, ૦, ૦, ૨
દસમી ઓવર : વિકેટ.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...