Homeક્રિકેટપાકિસ્તાન ડર્યું : પ્રૅક્ટિસ...

પાકિસ્તાન ડર્યું : પ્રૅક્ટિસ મૅચ માગી

પર્થમાં પાકિસ્તાન રવિવારે ચોથા જ દિવસે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ ૩૬૦ રનના તોતિંગ માર્જિનથી હારી ગયું એને પગલે પાકિસ્તાનની ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. એના અસંખ્ય ચાહકો નારાજ છે અને હવે બાકીની બે ટેસ્ટમાં સિરીઝની હારથી આ ટીમ બચી શકશે કે નહીં એની ચિંતામાં છે. ખુદ પાકિસ્તાની ખેલાડીઓ પણ ચિંતિત છે અને એટલે જ તેમણે ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ શરૂ થાય એ પહેલાંના લાંબા બ્રેક દરમ્યાન એક સ્પેશ્યલ પ્રૅક્ટિસ મૅચ માગી છે.

બીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં છેક ૨૬ ડિસેમ્બરે (બૉક્સિંગ ડેએ) શરૂ થશે. મૂળ શેડ્યુલમાં આ પ્રૅક્ટિસ મૅચ સામેલ નહોતી, પરંતુ બીજી ટેસ્ટ પહેલાં બ્રેક લાંબો
હોવાથી પાકિસ્તાનના ટીમ મૅનેજમેન્ટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પાસે એક્સ્ટ્રા પ્રૅક્ટિસ મૅચ માગી હતી જે મંજૂર થઈ છે. પાકિસ્તાનની વિક્ટોરિયા ઇલેવન સામેની બે દિવસની પ્રૅક્ટિસ મૅચ મેલબર્નના જ જંક્શન ઓવલ ગ્રાઉન્ડ પર ડિસેમ્બર ૨૨-૨૩મીએ રમાશે.

ટેસ્ટના વર્લ્ડ કપના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત હવે પાકિસ્તાનની જગ્યાએ નંબર-વન
રવિવારે પાકિસ્તાનની નાલેશી સાથે પૂરી થયેલી પ્રથમ ટેસ્ટમાં નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી ન કરવા બદલ આઇસીસીના મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથે પાકિસ્તાનની ટીમને મૅચ-ફીના ૧૦ ટકા હિસ્સાનો દંડ કર્યો હતો. એ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ના એના બે પૉઇન્ટ પણ કપાઈ જતાં પાકિસ્તાન ડબ્લ્યુટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા પરથી બીજા નંબરે ધકેલાઈ ગયું છે. ભારત પ્રથમ સ્થાને આવી ગયું છે. બન્નેના એકસરખા ૬૬.૬૭ પૉઇન્ટ છે, પરંતુ ભારતના ૧૬ સામે પાકિસ્તાનના ૨૪ પૉઇન્ટ છે. જોકે ૨૦૨૩-૨૦૨૫ના આ નવા પિરિયડમાં ભારત હજી બે જ ટેસ્ટ રમ્યું છે, જ્યારે પાકિસ્તાનની ત્રણ થઈ ગઈ છે અને રવિવારે એનો ૩૬૦ રનના તોતિંગ માર્જિનથી પરાજય થયો હોવાથી એણે બીજા નંબર પર આવી જવું પડ્યું છે. ન્યુ ઝીલૅન્ડ ત્રીજા નંબરે છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...