Homeમનોરંજનસાલારની આંધીમાં ઉડી ગઈ...

સાલારની આંધીમાં ઉડી ગઈ શાહરૂખની ડંકી ! પ્રભાસની ફિલ્મે બીજા દિવસે પણ કરી છપ્પર ફાળ કમાણી, જાણો કલેક્શન

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે શાનદાર વર્ષ રહ્યું છે. પઠાણ અને જવાને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને ઈતિહાસ રચ્યો. જો કે, શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, તાપસી પન્નુ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર અભિનીત ડંકી પઠાણ અને જવાનની જેવો જાદુ ચલાવવામાં સફળ રહી હોય તેમ જણાય રહ્યું નથી. ફિલ્મે પહેલા દિવસે લગભગ 30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે કમાણી વધુ ઘટી હતી.

જોકે ત્રીજા દિવસે કમાણી થોડી ઉપર ઉઠી હતી પણ પ્રસાભની સાલારને સામે તો શાહરુખની ડંકી કઈ જ નથી.

ડંકીની પહેલા બીજા અને ત્રીજા દિવસની કમાણી

સકનિલ્કના રિપોર્ટ અનુસાર, ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઈ તેણે પહેલા દિવસે 29.2 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. બીજા દિવસે ફિલ્મે માત્ર 20.5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના પહેલા શનિવારના કલેક્શનના આંકડા પણ સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે બીજા દિવસ કરતા વધુ કલેક્શન કર્યું છે. રિપોર્ટ અનુસાર, ડંકીએ ત્રીજા દિવસે એટલે કે શનિવારે તમામ ભાષાઓમાં 26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર કિંગ ખાનની ફિલ્મનું કુલ કલેક્શન 75.32 કરોડ થઈ ગયું છે.

સાલારની પહેલા અને બીજા દિવસની કમાણી

‘સાલાર’ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે. તેણે માત્ર બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. Sacknilkના રિપોર્ટ અનુસાર, 90.7 કરોડ રૂપિયાની ઓપનિંગ બાદ પ્રભાસની ફિલ્મે બીજા દિવસે 55 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. આ સાથે, ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 145.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ‘સલાર’ આ વર્ષે સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોની યાદીમાં ટોચ પર છે.

‘સાલારમાં કયા કયા સ્ટાર્સ ?

‘સલાર’ પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત સમગ્ર ભારતની ફિલ્મ છે. પ્રભાસ સિવાય આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ રેડ્ડી સહિત ઘણા મહાન કલાકારો છે.

ડંકી કેટલા કરોડના બજેટમાં બની?

ડંકીનું નિર્દેશન બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંથી એક રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન અને રાજકુમારે પહેલીવાર સાથે કામ કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...