Homeમનોરંજનઅયોધ્યા પહોંચ્યા 'રામાયણ'ના 'રામ',...

અયોધ્યા પહોંચ્યા ‘રામાયણ’ના ‘રામ’, ‘સીતા’ અને ‘લક્ષ્‍‍મણ’, અયોધ્યાના ધાર્મિક માહોલને નિહાળી ખુશ થયેલા આ અભિનેઓએ શું પ્રતિક્રિયા આપી? જાણીલો

સમગ્ર દેશ જેની રાહ જોઈ રહ્યો છે તે ઐતિહાસિક ક્ષણ માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણ માટે ઘણા પ્રખ્યાત સ્ટાર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અભિનેતા અરુણ ગોવિલ, માતા સીતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચિખલિયા અને લક્ષ્‍મણની ભૂમિકા ભજવનારા સુનિલ લહેરી હાલ અયોધ્યા ખાતે પહોંચ્યા છે.

રામાયણ સિરીયલના રામ એટલે કે અરુણ ગોવિલે તેના ફેન્સને અયોધ્યાની તેમની યાત્રાની એક નાની ઝલક બતાવી છે. અહીં પહોંચતાની સાથે જ તેણે મકર સંક્રાંતિના ખિચડી પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ સાથે તેમણે ત્યાં પહોંચવાનો વિડિયો પણ શેર કર્યો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચેલા અરુણે ત્યાં મીડિયા સાથે ખાસ વાત કરી હતી. અરુણ ગોવિલે કહ્યું હતું કે, અયોધ્યાનું રામમંદિર આપણું રાષ્ટ્રીય મંદિર સાબિત થશે. જે સંસ્કૃતિ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં લુપ્ત થઈ ગઈ હતી. આ મંદિર ફરી એક સંદેશ આપશે. જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે. આ એક વારસો છે જે આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે, તે આપણું ગૌરવ બનશે, આપણી ઓળખ બનશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભગવાન રામનું મંદિર બનશે તેવી ધારણા હતી, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આ પ્રકારે ભવ્ય આયોજન થશે તેવી ધારણા નહોતી. સમગ્ર દેશ ભગવાન રામનું નામ લઇ રહ્યો છે. જે લોકો ભગવાન રામને માને છે, ત્યાં આટલી ખુશીનો માહોલ છે. અંતમાં અયોધ્યાની આ ખુશી ભરેલી ક્ષણને સાક્ષાત નિહાળવાની ખુશી પણ અરુણ ગોવિલે વ્યક્ત કરી હતી.

આ તરફ ‘સીતા મૈયા’ એટલે કે દીપિકા ચિખલિયાએ પણ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે, “અમારી છબી લોકોના હૃદયમાં વસી ગઈ છે, રામ મંદિરના નિર્માણ પછી પણ મને નથી લાગતું કે તેમાં કોઈ ફેરફાર થશે. રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા યોજાવા જઇ રહી છે, ત્યારે લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.” દીપિકા ચિખલીયાએ અયોધ્યામાં જગત ગુરુના આશીર્વાદ લીધા. જોકે અયોધ્યા મુલાકાતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

જયાં ભગવાન રામ અને માતા સીતા હોય ત્યાં લક્ષ્‍મણ ન હોય તેવું બને જ નહીં. જીહા, લક્ષ્‍મણનું પાત્ર ભજવનારા સુનિલ લહેરી પણ આ તકે અયોધ્યા અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા સાથે જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યો છું અને મને જે ખબર નહોતી તે જાણવાની તક મળી રહી છે. દેશમાં સર્જાયેલું વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સકારાત્મક છે અને તે વિશ્વને ખૂબ જ સકારાત્મક લાગણી આપશે.”

આ વેળા ભગવાન રામને નકારનારાઓને સુનીલ લહેરીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તે લોકો અજ્ઞાની છે જે ભગવાન રામને નકારે છે. જ્યાં સુધી તેઓ રામાયણ વાંચતા નથી ત્યાં સુધી તેઓ જાણતા નથી કે રામ શું છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. રામાયણ આપણને શીખવે છે કે આપણે મર્યાદામાં રહેવું જોઈએ. આપને જણાવી દઇએ કે, પ્રાણ પ્રતિષ્ઠા સિવાય આ સ્ટાર્સ આલ્બમ ‘હમારા રામ આયેંગે’ના શૂટિંગમાં પણ ભાગ લેશે. આ ગીત સોનુ નિગમે ગાયું છે. આ શૂટિંગ ગુપ્તાર ઘાટ, હનુમાનગઢી અને લતા ચોક ખાતે થયું હતું.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...