Homeધાર્મિકસૌરાષ્ટ્રમાં છવાઇ રામ લહેર...

સૌરાષ્ટ્રમાં છવાઇ રામ લહેર : સોમવારે શોભાયાત્રા, મહાઆરતીના કાર્યક્રમ : બજારો અર્ધો દિવસ બંધ

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ભગવાન રામના રંગમાં રંગાયુ છે. ગામોગામ તથા શહેરોમાં શ્રી રામના નામ સાથેનો ભગવો ધ્વજ લહેરાઇ રહ્યો છે. આગામી તા. રરમીના સોમવારે અયોધ્યા રામ મંદિરમાં 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ રામ બિરાજમાન થઇ રહ્યા છે. લોકોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. ઠેર ઠેર સોમવારે શોભાયાત્રાના કાર્યક્રમો છે. શહેરોમાં શણગાર કરવામાં આવ્યા છે.

સોમવાર સુધી જાજરમાન કાર્યક્રમના આયોજન પણ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ છે. અર્ધો દિવસની સરકારી રજા પણ હોય, બજાર અને વેપાર ઉદ્યોગ પણ મોટા ભાગના શહેરોમાં બંધ રહેશે તેવા અહેવાલો મળ્યા છે.

રાજકોટમાં આવેલા રામ મંદિરોને સુશોભન અને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં લોકોએ રોશનીના શણગાર કર્યા છે. સમગ્ર રાજકોટમાં જયશ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે. તા. 22ના સોમવારે અનેક સંસ્થાઓ તથા રામ મંદિરોમાં વિશેષ અનુષ્ઠાનો યોજવામાં આવેલ છે.

સાવરકુંડલા
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાવરકુંડલા દ્વારા એક શામ મેરે રામ કે નામ ભગવાન શ્રીરામ ઐતિહાસિક સ્પર્ધા મ્યુઝિક સાથે યોજાશે આ સ્પર્ધામાં ધોરણ 1 થી 9 તેમજ ધોરણ 9 થી લઇ તમામ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે આ સ્પર્ધા ની તારીખ 21 1 2024 રવિવાર અને સ્પર્ધા નો સમય રાત્રિના 8:00 થી 11:00 કલાકે છે એક સામે રામ કે નામ આ સ્પર્ધા લોહાણા વિદ્યાર્થી ભવન મહુવા રોડ સાવરકુંડલા યોજાશે અને તે ઉલ્લેખ કર્યો હતો કે સ્પર્ધકોએ લાયન્સ ક્લબ ના મેમ્બર પાસે રજીસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે.

અને અયોધ્યા જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામના જીવન ચરિત્રને સૂરોથી સજાવીએ તેવો પ્રયાસ પણ થઈ રહ્યો છે. દેશભરમાં જ્યારે દિવાળી થયો માહોલ થઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલામાં પણ એક અનેરો પ્રયાસ ભગવાન શ્રીરામના ગુણગાન ગાવા થઈ રહ્યો છે વધારેમાં વધારે લોકો જોડાય તેઓ પણ ખૂબ પ્રયાસ થઈ રહ્યો છે.

રામ રથયાત્રા
સાવરકુંડલામાં 20 જાન્યુયારી 2024 શનિવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા થી જે.વી.મોદી હાઇસ્કૂલ સાવરકુંડલા સુધી આ રામ રથ યાત્રા યોજાશે. જેનો સમય સવારે 9:00 કલાકે છે આ રામ રથ યાત્રા સ્વામિનાાયણ ગુરુકુલ સાવરકુંડલા થી શરૂ થશે અને જે.વી.મોદી હાઇસ્કૂલ સાવરકુંડલા ખાતે સમાપન થશે. આ યાત્રામાં ભગવાન શ્રી રામના ગુણગાન વધારે માં વધારે ગવાય અને બહોળી સંખ્યા માં લોકો સહભાગી થાય તે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ જણાવ્યું હતું.

ગોંડલ
સોમવારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર મહોત્સવની ઉજવણીની પૂર્વ સંધ્યા એ 21 ને રવિવારે સાંજે ઉત્સવને ઉજવવા ના ભાગ રૂપે ગોંડલ લોહાણા મહાજન દ્વારા શ્રી લોહાણા મહાજન વાડી 6-મહાદેવવાળી ગોંડલ ખાતે રઘુવંશી સમાજ ના બાળકો માટે વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના નાના ભૂલકાઓ શ્રી રામાયણ આધારિત રામ ચરિત પાત્રો ની ભૂમિકા ભજવશે.

ત્યાર બાદ સાંજે 7 વાગ્યે ભવ્ય સમૂહ આરતી જેમાં ગોંડલ શહેર ના પ્રતિષ્ઠિત આગેવાનો અને સમાજના શ્રેષ્ઠિઓ ની ઉપસ્થિતિમાં જય શ્રી રામના નાદ સાથે મહાઆરતી કરશે જેમાં બહોળી સંખ્યા માં લોહાણા સમાજના ભાઈઓ બહેનો જોડાશે. ત્યાર બાદ સાંજે 7.30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન જેમાં સમસ્ત રઘુવંશી સમાજના ભાઈ-બહેનો સાથે પ્રસાદ લેશે આ તકે ગોંડલ ખીજડાવાળા મામાદેવ મંદિર ના મહંતશ્રી ચંદુબાપુ દેસાણી ની ઉપસ્થિતિ રહેશે.

રાજુલા
રાજુલા અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ધારનાથ મહાદેવ મંદિર ખાતે પચીસ જેટલા યુવાનો આ સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જે સફળ રહેલ મંદિર ના પુજારી સહિતના ધારનાથ સોસાયટી ના રહેવાસી ઓ તથા જશુભાઇ દવે પરાગભાઇ જોશી પરેશ ભાઈ ગોહિલ સફાઈ માં જોડાયા હતા ધારનાથ મહાદેવ મંદિર પુજારી રાજેશ ગિરી બાપુ જણાવાયું હતું દરેક સોસાયટી ભક્તો બાળકો સહિત સહું કોઈ સફાઈ જુંબેશ માંજોડાયા હતા.

રમેશભાઈ ઉપાધ્યાય દ્વારા જણાવાયું હતું કે સફાઈ સફળતા થી કરવામાં આવી છે મંદિર માં શણગાર તેમજ મહાઆરતીનું પણ આયોજન છે ત્યારે ચિરાગ જોષી એ જણાવાયું હતું કે આખા દેશમાં મહોત્સવ ઉમંગ સાથે ઉજવણી છે રાજુલા શહેરમાં ધણા મંદિરો માં તથા ધારનાથ મહાદેવ મંદિર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલા પણ જોડાયું છે તારીખ 22 જાન્યુઆરીએ ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી પોલીસ સ્ટેશનચોક કેસરી નંદન હનુમાનજી મંદિર હિડોરણા રોડ જલારામ બાપાના મંદિરમાં પુર્ણ થશે ભવ્ય મહાઆરતી તથા પ્રસાદ ખિચડી નું આયોજન રાજુલા લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે ઉમંગ થી ઉજવણી કરવામાં આવશે..

પ્રભાસપાટણ
વેરાવળ તાલુકાના કાજલી ગામે નુતન રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાજલી ગામે પણ અયોધ્યા ના મુહર્ત પ્રમાણે મંદિર મા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે આ કાર્યક્રમ કાજલી ગામ ના સમસ્ત હિન્દુ પિવારો દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ભગવાન રામચંદ્રજી અને તેમના પરિવારનો પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમા તા. 20-1-24ને શનિવારે રામધૂન અને દાંડીયા રાસનું આયોજન રાત્રે નવ કલાકે રાખવામાં આવેલ છે,તા 21-1-24ને રવિવારે રાત્રે 9.30 કલાકે કાન ગોપી રાસનું આયોજન કરવામાં આવેલ છે અને તા.22-1-24ના સોમવારે મંદિર શિખર ઉપર મીઠું ચડાવવું હવન અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને પ્રાણપ્રતિષ્ઠા બાદ સાંજના 6 કલાકે ભોજન પ્રસાદી રાખવામાં આવેલ છે. આ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવવા ગામ ના તમામ આગેવાનો અને અને યુવાનો ગામ ને સ્વચ્છ, બેનરો લગાવવા, ધજા પતાકા શણગાર, રંગબેરંગી લાઈટો લાઈટોથી શુશોભીત સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.

અમરેલી
આગામી તા.રરના રોજ અયોઘ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉમંગ અમરેલી શહેર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રવર્તિ રહી હોય, ત્યારે અમરેલી શહેરની શાન સમા ટાવરને લાઇટીંગ, લબક ઝબકસિરીઝ, ધજા પતાકા તથા કેસરીયા ઘ્વજથી અમરેલી ટાવર ચોક વેપારી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે કંસારા બજાર, સ્ટેશન રોડ, દાણાબજાર, તથા જુની બજારના વેપારીઓ દ્વારા બજારોને નવોઢાની જેમ શણગારી ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દિવાળી જેવો માહોલ ઊભો કરેલ છે.જયારે અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં આવેલ ગણેશ કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા પણ ભગવાનશ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ કોમ્પલેક્ષને પણ શણગાર સજાવવામાં આવેલ છે.અયોઘ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીનો સમય બાકી હોય અમરેલી શહેરના લોકો અમરેલીને શણગાર સજવા માટે થનગની રહયું હોય તેમ લાગી રહ્યુંં છે.

જસદણ
અયોધ્યામા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને રામલાલા ને વધાવવા માટે જસદણ શહેરને રોશની ધજા પતાકા અને મંડપથી શણગારવામાં આવ્યું છે આ ઉપરાંત તારીખ 21 ના રોજ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શોભા યાત્રા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શહેર પંથકના સાધુ સંતો મહંતો આગેવાનો ઉધોગપતિઓ સહિતના લોકો જોડાશે રાષ્ટ્રીય બજરંગ દળ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તા. 21/1ના રોજ ભવ્ય શોભાયાત્રા તથા બાઈક રેલી સવારે 9 વાગ્યે જસદણ આટકોટ રોડ બાયપાસ સર્કલ થી વાજસુરપરા તથા તા. 22/1/ના રોજ મોટા રામજી મંદિરે બપોરે 12:15 વાગ્યે મહા મહાઆરતી નું આયોજન કરેલ છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા આંતરરાષ્ટ્રીય બજરંગ દળ ના પ્રમુખ દીપુભાઈ વાઘેલા જિલ્લા પ્રમુખ કુલદીપભાઈ સોલંકી જસદણ તાલુકા પ્રમુખ સંદીપભાઈ ગાબુ શહેર ઉપપ્રમુખ અજયભાઈ રાજપરા ઉપપ્રમુખ હકુભાઈ બાવળીયા મહામંત્રી નીતિનભાઈ મીઠાપરા મહામંત્રી હર્ષભાઈ ગોટી જસદણ શહેર પ્રમુખ રવિભાઈ સોલંકી ઍ જસદણ શહેર પંથકની ધર્મ પ્રેમી જનતાને શોભાયાત્રા રેલી મહાઆરતીમાં પધારવા જણાવાયું છે.

વિસાવદર
રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ડોબરીયા પ્લોટ વિસાવદર ખાતે તા. ર1ના ર4 રવિવાર સાંજે કલાકે સમુહ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા. રરના સોમવારના 1ર.30 કલાકે મંદિરમાં આરતી થશે તો દરેક હરિભકતોએ ભાવિકો કુટુંબ સહિત પધારવા હાર્દિક નિમંત્રણ છે.

સોમવારે કાલાવડ માર્કેટમાં યાર્ડ બંધ રહેશે

અયોધ્યામાં શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગ નિમિતે 22 તારીખને સોમવારેે કાલાવડ માર્કેટિંગ યાર્ડ એક દિવસ બંધ રહેશે. જેથી સર્વે ભક્તો રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો લહાવો લઈ શકે તેવા ઉમદા હેતુથી કાલાવડ યાર્ડ એક દિવસ બંધ રાખેલ છે. જેથી ખેડૂતો એ પોતાના ઉત્પાદન ની જણસી લઈ ને નહિ આવવા કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મૌલિકભાઈ નથવાણીની યાદીમાં જણાવેલ છે. (તસ્વીર : રાજુ રામોલિયા-કાલાવડ)

મોરબીમાં શોભાયાત્રા-સન્માન

આગામી તા 22 ના રોજ ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે 500 થી વધુ લોકો આરતીમાં જોડાવાના છે અને ત્યારે 7500 દિવડાથી મંદિરને શણગારવામાં આવશે તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 1992 માં કાર સેવા કરવા માટે મોરબી જિલ્લામાંથી અયોધ્યા ગયેલા 35 કાર સેવકોનું પરશુરામ ધામ ખાતે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે તેવું પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે.

જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.22 ને સોમવારના સવારે 10 કલાકે ધૂન-ભજન, 11 કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે 12:35 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મોરબી મુકામે બપોરે 4 કલાકે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢથી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

સોમનાથ મહાદેવને રામ શૃંગાર
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તૈયારીઓ પુર જોશમાં ચાલી રહેલી છે ત્યારે આજે સોમનાથ મહાદેવને રામ શૃંગાર કરવામાં આવેલ જેને ભકતોએ મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...