Homeક્રિકેટજાડેજાને વાગ્યો બોલ તો...

જાડેજાને વાગ્યો બોલ તો બુમરાહે ઉડાવ્યા સ્ટમ્પ, ત્રીજા દિવસે બની આ ઘટનાઓ

ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત સામે ઈંગ્લેન્ડે વાપસી કરી છે. ટીમે ત્રીજા દિવસે 126 રનની લીડ મેળવી હતી. દિવસની રમતના અંતે ઇંગ્લિશ ટીમે બીજા દાવમાં 6 વિકેટે 316 રન બનાવી લીધા હતા. ઓલી પોપ 148 અને રેહાન અહેમદ 16 રન બનાવીને અણનમ રહ્યા હતા.

પોપે પોતાની ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી હતી.

શનિવારે મેચ દરમિયાન ઘણી ક્ષણો જોવા મળી, જેમ કે – પહેલા સેશનમાં માર્ક વુડનો બોલ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના હેલ્મેટ પર વાગ્યો. જે બાદ જો રૂટે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ઇંગ્લિશ ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે બેન ડકેટને બોલ્ડ કર્યો હતો. જસપ્રીતનો બોલ એટલો ઝડપી હતો કે સ્ટમ્પ 8 ફૂટ દૂર ઉડી ગયા હતા.

જાડેજાના હેલ્મેટ પર વૂડનો બોલ વાગ્યો

ભારતે દિવસની શરૂઆત 421/7 સાથે કરી હતી. જાડેજા 81 અને અક્ષર પટેલ 35ના અંગત સ્કોર પર રમવા આવ્યો હતો. ભારતીય ઇનિંગ્સની 115મી ઓવરનો ત્રીજો બોલ રવિન્દ્ર જાડેજાના હેલ્મેટ પર વાગ્યો. માર્ક વૂડે 142 કિમી પ્રતિ કલાકની ઝડપે બાઉન્સર ફેંક્યો હતો, જેને જાડેજા પુલ કરવા માગતો હતો. જોકે જાડેજાને ઈજા થઈ ન હતી, પરંતુ ફિઝિયો દ્વારા ટેસ્ટ માટે રમત બંધ કરવી પડી હતી. બાઉન્સર પછી ફિઝિયો ટેસ્ટ જરૂરી છે.

રૂટે સતત 2 વિકેટ લીધી

120મી ઓવરમાં ઈંગ્લેન્ડના પાર્ટ ટાઈમ સ્પિનર જો રૂટે બે બોલમાં સતત બે વિકેટ ઝડપી હતી. તેણે ઓવરના ત્રીજા બોલ પર જાડેજાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, પછીના જ બોલ પર જસપ્રિત બુમરાહને બોલ્ડ કર્યો. બુમરાહ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.

રોહિતે DRS ન લેતા ડકેટને જીવનદાન મળ્યું

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 17મી ઓવરમાં બેન ડકેટને જીવનદાન મળ્યું. બુમરાહની ઓવરનો છેલ્લો બોલ ડકેટના પેડ પર વાગ્યો હતો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે અપીલ ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં રોહિતે DRS લીધું ન હતું. બાદમાં રિપ્લે જોયા બાદ જાણવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પ સાથે અથડાતો હતો. આ રીતે રોહિતે DRS ન લેવાના કારણે ઇંગ્લિશ ઓપનર બેન ડકેટને જીવનદાન મળ્યું.

બુમરાહના બોલ પર ડકેટ બોલ્ડ થયો, સ્ટમ્પ 8 ફૂટ દૂર પડ્યુ

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 19મી ઓવરના 5માં બોલ પર બેન ડકેટને બોલ્ડ કર્યો હતો. બુમરાહનો બોલ એટલો ઝડપી હતો કે ડકેટનો સ્ટમ્પ 8 ફૂટ દૂર ઉછળી પડ્યું હતું. ડકેટ 47 રનના સ્કોર પર આઉટ થયો હતો અને અડધી સદી ચૂકી ગયો હતો.

બુમરાહે 2 ઓવરમાં 2 વિકેટ લીધી

બેન ડકેટને બોલ્ડ કર્યા બાદ બુમરાહે તેની આગલી ઓવરમાં જો રૂટને LBW કર્યો હતો. રૂટ 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ઓલી પોપની તોફાની બેટીંગ

ઓલી પોપે 208 બોલમાં 17 ફોરની મદદથી અણનમ 148 રન બનાવ્યા છે. આ દરમિયાન રેહાન અહેમદે તેને સાથ આપ્યો અને 31 બોલમાં 2 ફોરની મદદથી અણનમ 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓલી પોપની સદી ઈંગ્લેન્ડ માટે લાઈફલાઈનથી ઓછી સાબિત થઈ નથી. પોપની સદી પહેલા ઈંગ્લેન્ડ મેચમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, પરંતુ હવે તેણે ફરી એકવાર વાપસી કરી છે.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...