Homeક્રિકેટબીજી ટેસ્ટમાં હાર બાદ...

બીજી ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને મળ્યા વધુ એક ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

રવિવાર 28મી જાન્યુઆરીની સાંજે હૈદરાબાદમાં જોવા મળેલા દ્રશ્યનું કોઈ ભારતીય ક્રિકેટ ચાહકે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સતત બે દિવસ આગળ હોવા છતાં ટીમ ઈન્ડિયા 28 રને મેચ હારી ગઈ હતી. આ સાથે તે શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ હતી.

રવીન્દ્ર જાડેજા થયો ઈજાગ્રસ્ત

જો આ હાર પૂરતી ન હતી તો ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે જેની અસર આગામી ટેસ્ટમાં જોવા મળશે.

સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની આ ઈજા છે, જેને આગામી ટેસ્ટમાં રમવું મુશ્કેલ થઈ રહ્યું છે.

કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડનું વધ્યું ટેન્શન

રવિવારે, શ્રેણીની પ્રથમ ટેસ્ટ ટીમ ઈન્ડિયાની હાર સાથે સમાપ્ત થઈ. ભારતીય ટીમને જીતવા માટે 231 રનની જરૂર હતી પરંતુ મેચના ચોથા દિવસે બરાબર બે સેશનમાં જ ભારતની તમામ 10 વિકેટ પડી ગઈ અને માત્ર 202 રન જ બનાવી શક્યા. જે સમયે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, ત્યારે કંઈક એવું થયું જેણે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનું ટેન્શન વધારી દીધું.

ટીમ ઈન્ડિયા માટે એક રન લેવો મોંઘો પડ્યો

વાસ્તવમાં, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ભારતની બીજી ઈનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે જાડેજાએ ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શાનદાર ફિલ્ડિંગનું ઉદાહરણ બતાવતા તેને રન આઉટ કર્યો હતો. જાડેજાનો રન આઉટ ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો હતો કારણ કે અહીંથી તેની જીતવાની તકો ઘટતી ગઈ અને અંતે તેને હારનો સામનો કરવો પડ્યો.

જાડેજાની ઈજા કેટલી ગંભીર?

જાડેજાની વિકેટ પડી તે પહેલાથી જ તે તણાવમાં દેખાતો હતો, જ્યારે તે પેવેલિયન પરત ફરવા લાગ્યો ત્યારે તે ચાલતી વખતે થોડો લંગડતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, જાડેજાને હેમસ્ટ્રિંગમાં સમસ્યા હતી. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે પણ આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. PTIના અહેવાલ મુજબ, દ્રવિડે કહ્યું કે તેણે હજી સુધી આ વિશે ટીમના ફિઝિયો સાથે વાત કરી નથી અને તેથી તે કેટલું ગંભીર છે તે વિશે કંઈ કહી શકાય નહીં.

આગામી ટેસ્ટમાં રમવું મુશ્કેલ!

રિપોર્ટ અનુસાર, હેમસ્ટ્રિંગની ઈજા કેટલી ગંભીર હશે તે નક્કી કરશે કે જાડેજા ક્યારે શ્રેણીમાં પરત ફરી શકશે. જો ઈજા નજીવી સાબિત થાય તો પણ સંપૂર્ણ મેચ ફિટ થવા માટે સામાન્ય રીતે એક સપ્તાહનો આરામ આપવામાં આવે છે. આગામી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં છે. આવી સ્થિતિમાં જાડેજા તે ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ડાબા હાથના અનુભવી ઓલરાઉન્ડરે પ્રથમ દાવમાં 87 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં માત્ર 2 રન બનાવ્યા હતા. તેણે બંને ઈનિંગ્સમાં કુલ 5 વિકેટ પણ લીધી હતી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...