Homeક્રિકેટત્રીજી ટેસ્ટમાં ધ્રુવ-સરફરાઝને ડેબ્યૂની...

ત્રીજી ટેસ્ટમાં ધ્રુવ-સરફરાઝને ડેબ્યૂની તક

ખેલાડીઓની ઇજાઓથી પરેશાન થઇ રહેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 15મીથી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાન તથા વિકેટકીપર ધ્રુવ જુરેલને ડેબ્યૂ કેપ આપે તેવી સંભાવના છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રોણી 1-1થી સરભર છે. મેચ પહેલાં મંગળવારે ભારતીય ટીમે પ્રેક્ટિસ કરી હતી જેમાં સરફરાઝે સ્લિપ તથા ગલી વિસ્તારની ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી. જુરેલે વિકેટકિપીંગનો અભ્યાસ કર્યો હતો. બીજી ટેસ્ટના બીજા દાવમાં સદી નોંધાવનાર શુભમન ગિલે ટીમની વૈકલ્પિક પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો. વિશાખાપટ્ટનમ ખાતેની બીજી ટેસ્ટમાં ફિલ્ડિંગ દરમિયાન ગિલને આંગળીએ ઇજા થઇ હતી અને તે ઇંગ્લેન્ડના બીજા દાવમાં ફિલ્ડિંગ માટે પણ મેદાનમાં ઉતર્યો નહોતો. તેની ઇજા ગંભીર નથી અને તે ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે.

શ્રોયસ ઐયર ટીમની બહાર થવા ઉપરાંત લોકેશ રાહુલ હજુ પણ અનફિટ હોવાના કારણે સરફરાઝ માટે ડેબ્યૂ કરવાની તક વધી ગઇ છે જે છેલ્લા કેટલાક વર્ષથી રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. જુરેલ વધારે સારો બેટ્સમેન હોવાના કારણે કોના ભરત કરતાં તેને વધારે પ્રાધાન્ય મળી શકે છે. રજત પાટીદાર, સરફરાઝ તથા જુરેલ ચોથાથી સાતમા ક્રમની વચ્ચે બેટિંગ કરી શકે છે. પાટીદારે વિશાખાપટ્ટનમ ખાતે પદાર્પણ કર્યું હતું.

ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થવા તૈયાર છે અને રાજકોટ ટેસ્ટમાં તેની એક ઝલક જોવા મળી શકે છે. સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પિચનું નિરીક્ષણ કર્યા બાદ લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. ત્યારબાદ રોહિત ફિલ્ડિંગ પ્રેક્ટિસ માટે જતો રહ્યો હતો અને દ્રવિડે ગ્રાઉન્ડ્સમેન સાથે ચર્ચા કરી હતી. આ મેદાનમાં છેલ્લી મેચમાં સદી નોંધાવનાર સ્થાનિક ખેલાડી રવીન્દ્ર જાડેજાએ લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. ટીમના ચારેય સ્પિનર કુલદીપ, અક્ષર સહિત તમામે ભારતીય બેટ્સમેનો સામે લાંબા સ્પેલ નાખ્યા હતા.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...