Homeમનોરંજનકાલા પાનીની જેલનો અનુભવ...

કાલા પાનીની જેલનો અનુભવ વ્‍યક્‍ત કર્યો રણદીપે : હું એમાં વીસ મિનિટ પણ રહી શકયો નહોતો

સ્‍વાતંય વીર સાવરકરના જીવન પર બનતી ફિલ્‍મમાં રણદીપ હૂડા લીડ રોલમાં દેખાવાનો છે. આ ફિલ્‍મ બાવીસ માર્ચે થિયેટરમાં હિન્‍દી અને મરાઠીમાં રિલીઝ થવાની છે. રણદીપે આ ફિલ્‍મને ડિરેક્‍ટ કરી છે. એ ફિલ્‍મમાં અંકિતા લોખંડે અને અમિત સિયાલ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્‍મ દ્વારા તેમના જીવનનાં અનેક જાણ્‍યાં-અજાણ્‍યાં પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવશે.

૧૯૬૬ની ૨૬ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. વીર સાવરકરે આંદામાન-નિકોબારની કાલાપાનીની જેલમાં અગિયાર વર્ષ પસાર કર્યાં હતાં. એ જેલનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શૅર કરીને રણદીપ હૂડાએ કૅપ્‍શન આપી હતી, ‘ભારત માતાના મહાન સપૂતની પૂણ્‍યતિથિ છે. સ્‍વાતંય વીર સાવરકર મહાન નેતા, નીડર સ્‍વાતંય સેનાની, રાઇટર, ફિલોસૉફર અને વિઝનરી હતા.

એક એવા વ્‍યક્‍તિ જેમણે પોતાની સમજ, નીડરતા અને બહાદુરીથી બ્રિટિશને એટલા તો ડરાવ્‍યા હતા કે તેમણે સાવરકરને ૭ બાય ૧૧ ફુટની કાલા પાનીની જેલમાં બે વખત બંધ કર્યા હતા. તેમની બાયોપિકની રેકી કરતી વખતે મેં એ જેલમાં તેમના અનુભવનો એહસાસ કરવા માટે પોતાની જાતને લૉક કરી હતી. હું એમાં વીસ મિનિટ પણ રહી શકયો નહોતો, પરંતુ તેમને એમાં અગિયાર વર્ષ સુધી એકાંત કારાવાસમાં બંધ કરવામાં આવ્‍યા હતા. મેં વીર સાવરકરની અતુલનીય મજબૂતીની કલ્‍પના કરી હતી કે જેમણે જેલની અંદર હિંસા અને અમાનવીય સ્‍થિતિને સહન કરી હતી. આમ છતાં તેમણે સશક્‍ત ક્રાંતિનું નિર્માણ કર્યું અને એને પ્રેરણા આપી હતી. તેમની દૃઢતા અને યોગદાન અવર્ણનીય છે. આમ છતાં અનેક દાયકાઓથી ભારત વિરોધી દળ તેમને બદનામ કરે છે.’

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...