Homeક્રિકેટધર્મશાળામાં અશ્વિનનો તરખાટ, ઈંગ્લેન્ડની...

ધર્મશાળામાં અશ્વિનનો તરખાટ, ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર જોવા મળ્યા છે. જસપ્રિત બુમરાહ ધર્મશાળા ટેસ્ટમાં પરત ફર્યો છે, જ્યારે રજત પાટીદાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે જેને સ્થાને દેવદત પડિકલે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. ભારતે આ સીરિઝમાં 3-1થી સરસાઈ મેળવી છે અને આ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટોપ પર રહેવા માગશે. જ્યારે ઈંગ્લેન્ડ આ મેચ જીતીને સીરિઝનો અંત કરવા માંગશે.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ

Day-3: બીજો સેશન

બેન ફોક્સ આઉટ: રવિચંદ્રન અશ્વિનએ ધર્મશાળામાં તરખાટ મચાવ્યો છે. અશ્વિને પોતાની 100મી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. અશ્વિને બેન ફોક્સને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. બેન ફોક્સ 17 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ઈંગ્લેન્ડ 142 રન પાછળ છે.

Day-3: પ્રથમ સેશનની રમત સમાપ્ત

લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. બીજી ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાને 103 રન છે. આ સાથે ઈંગ્લેન્ડ હજુ પણ 156 રન પાછળ છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને તબાહી મચાવી અને 4 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે કુલદીપ યાદવને એક સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જોની બેરેસ્ટોએ 39 રન બનાવ્યા હતા. ઓલી પોપે 19 રનનું યોગદાન આપ્યું છે. હાલમાં જો રૂટ 34 રન બનાવીને ક્રિઝ પર છે.

બેન સ્ટોકસ આઉટ: રવિચંદ્રન અશ્વિનએ ભારતને પાંચમી સફળતા અપાવી છે. તેણે કેપ્ટન બેન સ્ટોકસને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન 10 બોલમાં માત્ર 2 રન કરીને પેવેલિયન પરત ફર્યો છે. હાલમાં 156 રન પાછળ છે.

જોની બેરેસ્ટો આઉટ: કુલદીપ યાદવે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. કુલદીપે ખતરનાક બેટિંગ કરી રહેલા જોની બેરેસ્ટોને પોતાની જાળમાં ફસાવ્યો હતો. બેરેસ્ટો 31 બોલમાં 3 ફોર અને 3 સિકસની મદદથી 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ હજુ પણ 164 રન પાછળ છે. હાલમાં કેપ્ટન બેન સ્ટોકસ અને જો રૂટ ક્રિઝ પર છે.

ઓલી પોપ આઉટ: ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ દસમી ઓવરમાં પડી હતી. અશ્વિનના બીજા બોલ પર ઓપનર ઓલી પોપ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્ક્વેર લેગ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. ઓલી પોપ 23 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

જેક ક્રોલી આઉટ: રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો છે. અશ્વિને જેક ક્રોલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જેક ક્રોલી ડકનો શિકાર બન્યો છે. અંગ્રેજોએ માત્ર 21 રનમાં 2 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયા 237 રન આગળ છે. હાલમાં ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપ અને જો રૂટ ક્રિઝ પર છે.

બેન ડકેટ આઉટ: બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમને અશ્વિને પહેલો ઝટકો આપ્યો હતો. ઓપનર બેન ડકેટ ઓવરના પાંચમા બોલ પર બોલ્ડ થયો હતો. ડકેટ 5 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારત પ્રથમ ઈનિંગમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 259 રનની જંગી લીડ મેળવી લીધી છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેક ક્રોલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જસપ્રીત બુમરાહે કરી છે.

ભારતની પ્રથમ ઈનિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારત પ્રથમ ઈનિંગમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 259 રનની જંગી લીડ મેળવી લીધી છે. ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા. જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 49 રનની પાર્ટનરશિપ કરી હતી. કુલદીપ 30 અને બુમરાહ 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 5 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સને એક સફળતા મળી છે.

એન્ડરસનની 700 વિકેટ

જેમ્સ એન્ડરસને ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. એન્ડરસને 124મી ઓવરના ચોથા બોલ પર કુલદીપ યાદવને આઉટ કરીને તેની ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ લીધી અને આવું કરનાર તે પ્રથમ ઝડપી બોલર બન્યો હતો.

ભારતની ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને ઓવરની શરૂઆત કરી છે.

બીજા દિવસની રમત સામપ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાને 473 રન બનાવ્યા છે. આ સાથે ભારતે 255 રનની લીડ મેળવી લીધી છે. આજના દિવસની શરૂઆતમાં ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા.

જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 45 રનની પાર્ટનરશિપ કરી છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને અણનમ પરત ફર્યા છે. ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 4 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલીએ 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે જેમ્સ એન્ડરસન અનેકેપ્ટન બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી છે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...