Homeક્રિકેટટ્રોફી જીત્યા બાદ ગદગદ...

ટ્રોફી જીત્યા બાદ ગદગદ થઈ સ્મૃતિ મંધાના, ફેન્સને લઈને કહીં મોટી વાત

સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમે WPL 2024નો ખિતાબ જીત્યો છે. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં RCB માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 113 રન બનાવ્યા જેના જવાબમાં RCBએ સરળતાથી લક્ષ્‍ય હાંસલ કરી લીધો. RCBએ પ્રથમ વખત WPL ટાઈટલ જીત્યું છે. મેચ જીત્યા બાદ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ એક મોટી વાત કહી છે.

સ્મૃતિ મંધાનાનું પોસ્ટ મેચ નિવેદન

RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે મારા માટે જીત બાદ ઈમોશન સાથે મેદાનમાં આવવું મુશ્કેલ છે. હું એક વાત કહીશ કે મને આ ટીમ પર ગર્વ છે. અમે બેંગલુરુમાં સારૂ પ્રદર્શન કર્યં હતું. અમે દિલ્હી આવ્યા અને બે વખત કારમી હારનો સામનો કરવો પડ્યો. અમે યોગ્ય સમયે આગળ વધવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. ગયા વર્ષે અમને ઘણું શીખવ્યું. શું ખોટું થયું, શું સારૂ થયું. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે મને કહ્યું કે તે તમારી ટીમ છે, તેને તમારી રીતે બનાવો. અમે મેનેજમેન્ટ સાથે બેસીને ખેલાડીઓ વિશે ચર્ચા કરીને એક સારી એવી ટીમ બનાવી હતી. ટ્રોફી જીતનાર હું એકલી નથી પરંતુ ટ્રોફી પૂરી ટીમે જીતી છે.

RCBના ફેન્સને સૌથી વફાદાર ગણાવ્યા

વધુમાં સ્મૃતિ મંધાનાએ ફેન્સ માટે દિલ જીતનારી વાત કરી હતી. RCBના ફેન્સ સૌથી વફાદાર ફેન્સ છે. એક નિવેદન જે હંમેશા સામે આવે છે તે છે ‘ઈ સાલ કપ નામદે’. પરંતુ હવે ‘ઇ સાલ કપ નામદુ’. કન્નડ મારી પ્રથમ ભાષા નથી પરંતુ ફેન્સને આ કહેવું મહત્વપૂર્ણ હતું.

આ મેચમાં RCBનો વિજય

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી અને 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. RCB માટે શ્રેયંકા પાટીલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પછી સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી. મંધાનાએ 31 રન, સોફી ડિવાઈને 32 રન, એલિસ પેરીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે ફોર ફટકારીને આરસીબી ટીમને જીત અપાવી હતી.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...