Homeક્રિકેટચેઈન સ્મોકર શાહરૂખ ખાને...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન આન્દ્રે રસેલે તે ફોર્મ બતાવ્યું જેના માટે તે હંમેશા જાણીતો રહ્યો છે.

રસેલે બોલરોનો નાશ કર્યો અને છગ્ગાનો વરસાદ કર્યો. રસેલ સહિત કોલકાતાના બાકીના બેટસમેનોના આ પ્રદર્શને ટીમના ચાહકોને તો ખૂબ જ ખુશ કર્યા પરંતુ ટીમના માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનું દિલ પણ જીતી લીધું. પરંતુ આ બધાની વચ્ચે શાહરૂખે કંઈક એવું કર્યું જેને જોઈને હોબાળો મચી ગયો.

મેચમાં હાજર શાહરૂખખાન

IPLની નવી સિઝનમાં કોલકાતાની પ્રથમ મેચમાં ટીમને સપોર્ટ કરવા શાહરૂખ ખાન પણ હાજર રહ્યો હતો. આ સમય દરમિયાન, શાહરુખને જોઈને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા અને તેના નામના નારા લગાવવા લાગ્યા હતા, ત્યારે શાહરુખે પણ તેમના પર પ્રેમ વરસાવ્યો હતો અને હાથ મિલાવતા ફ્લાઈંગ કિસ આપી હતી. શાહરૂખે આ દરમિયાન ટીમની બેટિંગની મજા પણ માણી હતી પરંતુ આ દરમિયાન તે અચાનક સિગારેટનો ધુમાડો ઉડાડતો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સ્ટેડિયમમાં સિગારેટના ધુમાડા

પોતાની સ્મોકિંગની આદતને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર શાહરૂખ ખાન ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પણ પોતાને આમ કરવાથી રોકી શકયા નહીં. કોલકાતાની ઇનિંગ દરમિયાન શાહરૂખ સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સમાં બેસીને મેચની મજા માણી રહ્યા હતા અને આ દરમિયાન તે સિગારેટ પીતા કેમેરાની નજરમાં આવ્યા હતો.શાહરૂખનો સ્મોકિંગનો વીડિયો ટીવી સ્ક્રીન પર આવતાની સાથે જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ઘણા યુઝર્સે આ માટે શાહરૂખની ટીકા કરી અને તેને યુવાનો માટે ખોટો સંદેશ ગણાવ્યો.

અગાઉ પણ ધૂમ્રપાનને કારણે વિવાદ

કોઈપણ રીતે, શાહરૂખ IPLમાં વિવાદો સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં ધૂમ્રપાન કરતા પકડાયા હોય. અગાઉ 2012ની સિઝનમાં સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા. ત્યારબાદ શાહરૂખ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા. આ મામલે જયપુરની સ્થાનિક કોર્ટમાં તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથેની લડાઈને કારણે તેના પર ઘણા વર્ષો સુધી સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Most Popular

More from Author

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ...

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝

પતિ : સાંભળ,મને અલાદીનનો ચિરાગ મળ્યો છે.પત્ની : વાહ, તમે તેની...

Read Now

🧑🏻‍🦱મુરખઃ દેખાતુ👀 નથી ? 😅😝😂😜🤣🤪

🧔🏻‍♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.🧑🏻‍🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳🧔🏻‍♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪 એક 🧑🏻‍🦱મુરખ એની 🛺રિક્ષામાંથી મહામહેનતે ☸️પૈડું કાઢતો હતો તે જોઈને👀 કોઈએ પૂછ્યુંઃ અરે 🧑🏻‍🦱મુરખ, આ શું કરે છે ?🧑🏻‍🦱મુરખઃ...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. સાપનું ઝેર સપ્લાય કરવા બદલ એલ્વિશની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે એલ્વિશને 6 દિવસની કસ્ટડી બાદ જામીન મળી ગયા. એલ્વિશ જેલમાંથી પાછો ફર્યો ત્યારે તેના પરિવાર અને ચાહકોની...

થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ😅😝😂😜🤣🤪

છગનજી એક દરજીની દુકાન પર ગયાઅને બોલ્યા :અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાંઆપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અનેસિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,ખરૂ?દરજી : હા.છગનજી : બસ, એ શરતેમને પણ એક સારો સૂટ સીવી આપો.😅😝😂😜🤣🤪 છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કેતમારે મનેમારા પાંચ રૂપિયા પાછા આપવાના...